Friday 11 September 2020

BAPS SAMPRADAY AND TRUTH

 

    મેં એક મિત્રને કહ્યું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પર પુસ્તક લખવાનું વિચારી રહ્યો છું. મિત્રએ પૂછ્યું, ભાઇ એમની ફેવરમાં લખવાના કે વિરુધ્ધમાં લખશો. મેં કહ્યું, ફેવરમાં પણ નહીં અને વિરુધ્ધમાં પણ નહીં. જે સત્ય છે એ લખવાનું વિચારી રહ્યો છું. મિત્ર કહે, ભાઇ તમારી ફેસબુકની પોસ્ટ મેં “અપના અડ્ડા” નામના ગ્રુપમાં જોઇ છે. મારી સલાહ માનો તો ના લખો તો સારું. મેં કહ્યું, પણ સાચું તો લખી શકાય ને. તો મિત્ર કહે હું કહું એ સાંભળો, વિશ્વમાં સહુથી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો રેકોર્ડ “બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા “ ના નામે છે. આપણા દેશમાં "દિલ્લી"ના અક્ષરધામનો રેકોર્ડ “બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા “ ના નામે છે.  “બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા “ સામાજિક કાર્યો પણ કરે છે. અને https://www.bapscharities.org/ અને https://www.baps.org/ જેવી વિશ્વમાં નામના ધરાવતી સંસ્થા તેઓ ચલાવી રહ્યા છે. જેના ટ્રસ્ટીઓ પણ અગ્રગણ્ય જ હશે. ( સંસ્થા(ટ્રસ્ટ)ના સભ્યોની યાદી હોય તો મૂકજો. બધા સંન્યાસી જીવન ધરાવતા સભ્યો છે કે સાંસારિક જીવન વાળા સભ્યો છે એ નોલેજ માટે મારે જાણવું છે.) એટલે તમે પુસ્તક લખવાના વિચાર પડતા મુકો.

       મારા મનમાં વિચાર આવ્યો. આપણે પુસ્તક લખીને કામ જ શું છે. વિચાર પડતો મૂકીએ. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે ઘરમાં માતા – પિતા, તેમજ માતાના નજીકના સગા – સંબંધીઓ તેમજ માતા – પિતાનું મિત્ર વર્તુળ જે મોટા ભાગે સ્વામિનારાયણ છે ( મિત્ર વર્તુળ સ્વામિનારાયણ સંપ્રદાયને જ માનતા હોય કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહેતા હોય કે કુસંગીનો સંગ ન કરવો. એટલે જે સ્વામિનારાયણ સંપ્ર્રદાયને માનતા હોય એ જ મિત્ર વર્તુળ હોય.) તેઓ બધા મોટા ભાગે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી માનતો એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો / સત્સંગીઓ રોજ દૈનિક પુજા કરતા હોય છે તે હું નથી કરતો, તિલક – ચાંદલો નથી કરતો, ગળામાં સ્વામિનારાયણની કંઠી નથી પહેરતો, એટલે જ મને હું ભગવાનમાં નથી માનતો, મને કુસંગનો રંગ લાગ્યો છે. એવી વાતો કરતા હોય છે અને મનઘડંત આક્ષેપો કરતા રહે છે. જે આક્ષેપો બિલકુલ ખોટા છે. સ્વામિનારાયણ બીએપીએસ સંપ્રદાયના સંતોએ મારા પર ખોટા આક્ષેપો  કરી, મારી જિંદગીમાં કોઈ દુ:ખ આવી પડે તો મહંતસ્વામી મહારાજ અને સંતોના ઉપદેશમાં મનુષ્યભાવ જોવાથી આ મહાપાપ લાગ્યું છે, એટલે જ આવા દુઃખ આવે, એમ કહી મને ખોટી રીતે ધર્મવિરોધી, ભગવાન વિરોધી ગણાવી મારી જિંદગીના સમયમાં મને એકલો પાડ્યો છે. ભગવાન અને સંત એટલે કે મહંત સ્વામી મહારાજ અને તેમના સંતોનું કોઈ ઘસાતું બોલે તો એ જીવનાં સંચિત પુણ્યનો નાશ થઈ  જાય અને એ જીવ અધોગતિને પામે છે. સંપ્રદાયનું ઘસાતું બોલનારની વાત સાંભળવાથી, તેના સંપર્કમાં રહેવાથી સત્સંગમાંથી પડી જવાય એવું બીએપીએસના સંતો દ્વારા સંપ્રદાયના સત્સંગીઓને કહેવામાં આવે છે. એટલે મારા માતા - પિતા, મારી માતાના નજીકના સગા - સંબંધીઓ તેમજ મારા માતા - પિતાનું મિત્ર વર્તુળ મને કેમ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રસ નથી એ સાંભળવા પણ માંગતા નથી કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમના સત્સંગીઓ / હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણે લખેલા વચનામ્રુત ટાંકીને કહેતા હોય છે કે સત્પુરૂષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો હોય તેથી પણ વધુ પાપી છે. શા માટે જે, પંચમહાપાપ કર્યાં હોય તે તો સત્પુરૂષને આશરે જઈને છુટાય છે, પણ સત્પુરૂષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છુટયાનો ઉપાય નથી, કેમ જે અન્યત્ર ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છુટાય છે અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે, માટે સત્પુરૂષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરૂષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનનાં દર્શન હૃદયને વિષે થાય જ નહિ. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે, તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી.ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૪|| (યૂ ટયુબ ચેનલ પર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની ૯૮ મી જન્મ જયંતિના કલાક મીનીટના વીડીયોમાં કલાક ને ૨૫ મિનિટે મુંબઈના કોઠારી સ્વામી વચનામૃતને ટાંકીને કોઠારી સ્વામી પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંતસ્વામી મહારાજને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ તમે અત્યારે આ પૃથ્વી પર વિરાજમાન છો.)

       BAPSના જ્ઞાનવત્સલ્ય સાધુ કહે છે : મહંતસ્વામી મહારાજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા/ન્યૂઝીલેન્ડ/એશિયા પેસેફિકની ધર્મયાત્રાએ પધારેલા. એ ધર્મયાત્રા પૂરી કરીને પાછા ફરતા હતા ત્યારે હોંગકોંગમાં એક હોટલમાં ૨૨ મા માળે તેમનો ઉતારો હતો. સ્યુટનો પડદો ખસેડ્યો તો હોંગકોંગ ડાઉનટાઉન આખું દેખાતું હતું; ૫૦-૭૦ માળના હાઈરાઈઝ સ્કાઈસ્ક્રેપર દેખાતા હતા. તે જોઈને મહંતસ્વામી હસ્યા. સેવકે પૂછ્યું : સ્વામી શું વિચારતા હતા?’ મહંતસ્વામીએ પોતાના હ્રદય તરફ આંગળી કરીને ઠાવકાઈથી કહ્યું : આ બધાં અહીં બેઠાં છે, તે એવું માનતા હશે કે અમે દુનિયા ચલાવીએ છીએ. પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટિ બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે !મહંતસ્વામી પોતા ઉપર આંગળી કરીને બોલ્યા !એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓના મગજમાં તેમના સંતોએ ઠસાવી દીધું છે કે દેવોના દેવ, અવતારોના અવતારી, સર્વે કારણના કારણ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હાલમાં મહંતસ્વામી મહારાજમાં અખંડ રહ્યા છે એટલે મહંતસ્વામી મહારાજ અને તેમના સંતોનું કોઈ ઘસાતું બોલે તો ન સાંભળવું, ભલે તે સાચું હોય, ભગવાન અને સંતમાં મનુષ્યભાવ જુઓ તો ભગવાન ભજવાનું સુખ ન આવે. સત્સંગમાંથી કોઈને પાડો તો એક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે, એવા બધા ઉપદેશ સંપ્રદાયના સત્સંગીઓને બીએપીએસના સંતો દ્વારા આપવામાં આવતા હોય છે. એટલે હું કેમ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી જોડાતો, કંઠી નથી પહેરતો, તિલક - ચાંદલો નથી કરતો એ સાંભળવા સંપ્રદાયના સત્સંગીઓ તૈયાર નથી પણ તેઓ મનઘડંત આક્ષેપો મારા પર કર્યા કરે છે. અને હું એમ કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા પંથ કહે છે માત્ર અને માત્ર અમારી આજ્ઞામાં રહીને ભક્તિ કરો તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવાશે. અનુયાયીઓને કહે છે કે સંતમાં દિવ્યભાવ જુવો. મનુષ્યભાવ જોશો તો સત્સંગમાંથી પડી જશો. અને આ મનુષ્યદેહ વ્યર્થ જશે. મારું કહેવું એમ છે કે મનુષ્યદેહ વ્યર્થ ના જાય અને સ્વામિનારાયણ ભગવાનની લાગણી હતી કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. અને બધા સ્વામિનારાયણ સંપ્રદાય અક્ષરધામમાં લઈ જાય તે સાચું ના હોઈ શકે, તેથી જે સાચા હોઈ, અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જેનામાં અખંડ રહ્યા હોય એવા પ્રગટ સત્પુરુષએ ડંકાની ચોટ પર જાહેર સભા કરી જાહેર કરવું જોઈએ કે અક્ષરધામ માત્ર અમો જ આપીશુંતો મારા પર બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે  મહંતસ્વામી મહારાજ અને સંતોના ઉપદેશમાં મનુષ્યભાવ જોવાથી આ મહાપાપ લાગ્યું છે, એટલે જ હિતેશ પર દુઃખ આવે છે,

       જ્યારે તેઓના સંપ્રદાયમાં માનનાર અનુયાયીઓ પર કોઈ દુ:ખ આવે તો તેઓ કહે છે કે ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તો પણ એમ સમજે જે, દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું; એમ સમજીને સુખિયો રહે.

       બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને મારા પર જે આક્ષેપો કરવા હોય તે કરે મને ફર્ક અત્યાર સુધી પડ્યો નથી, પરંતુ હાલમાં મારે ત્રણ વર્ષનો બાબો છે તો મારી માતા મને કહેતી કે સ્વામિનારાયણની કંઠી પુત્રને પહેરાવી દે, તો કશું નડે ના. ( સ્વામિનારાયણ સંપ્રદાય તેમના સત્સંગીઓને કહેતા હોય છે કે આપણી કંઠી પહેરે તો મેલી વસ્તુ એટલે કે ભુત, ડાકણ હોય તો પણ કંઠી જોઈને દુરથી જ ભાગી જાય.) મારી માતાના કહેવાનો અર્થ હું સમજી ગયો.

       પુસ્તક લખવાનું એક જ કારણ કે જ્યારે જ્યારે મારી જીંદગીમાં તકલીફ આવે છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો / સત્સંગીઓ દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે હિતેશ સત્પુરૂષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો હોય તેથી પણ વધુ પાપી છે. તેથી તેના પર દું:ખ આવે. એ અલગ વાત છે કે હું દુ:ખ માંથી બહાર નીકળી જાઉં છું. મને ભગવાનમાં શ્રધ્ધા છે.

       હાલની વાત કરું તો મારા મિત્રને દાઢનું કેન્સરની સારવાર કરાવી, મેં મિત્રને પુછ્યું કેવી રીતે ખબર પડી કે દાઢનું કેન્સર છે એમ? મિત્ર કહે અમુક વખતે સવારમાં બ્રશ કરતી વખતે લોહી નીકળતું, એટલે બાયોપ્સી કરાવી તો ખબર પડી, એટલે વહેલી તકે દાઢના કેન્સરનું ઓપરેશન કરાવી લીધું. મને શંકા પેઠી, મારી પણ ત્રણ દાઢ આપમેળે પડી ગઈ છે. સવારમાં બ્રશ કરું તો અમુક વખત લોહી નીકળે છે. બનવાજોગ હું દાઢની સારવાર માટે જઉં અને ડોકટર બાયોપ્સી માટે કહે અને મને કેન્સર નીકળે તો ફરી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો / સત્સંગીઓ એટલે કે મારા કુટૂંબીજનો પણ એમ જ કહેશે કે  હિતેશ સત્પુરૂષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો હોય તેથી પણ વધુ પાપી છે. તેથી તેના પર દું:ખ આવે. (અહીંયા સત્પુરૂષ  એટલે કે મહંતસ્વામી મહારાજ સમજવું.) મારા પર આવા આક્ષેપો થાય તો પણ મને કંઈ ફરક નથી પડતો હું મજબુત છું. પણ એક ખરાબ વિચાર આવ્યો કે કાલ ઉઠીને મારું કેન્સરના કારણુ મ્રુત્યુ થાય ( જો અને તો ની વાત છે) તો બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો / સત્સંગીઓ મારા નાના પુત્રને પણ કહેશે કે તારા પિતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા ન હતા. સત્પુરૂષ  એટલે કે મહંતસ્વામી મહારાજ અને તેમના સંતોનો દ્રોહ કરતા એટલે કમોતે મ્રુત્યુને પામ્યા. એવું સ્વામિનારાયણ સંપ્રદાય કહી શકે કેમ કે તેઓ અત્યાર સુધી આમ જ કરતા આવ્યા છે એટલે મને થયું કે મેં જે ખોટા આક્ષેપો સહન કર્યા છે એ મારા પુત્રને સહન કરવા ન પડે એટલે એક પુસ્તક લખી જ નાખું, ભલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આખા વિશ્વમાં નામના ધરાવતી હોય, રેકોર્ડબ્રેક મંદિરો ઉભા કર્યા હોય.

       મારી જીંદગીના અનુભવો મને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવા માટે સ્પષ્ટ ના પાડે છે. મારી જીંદગીના અનુભવો મેં સંદેશ પેપરના તંત્રીશ્રીને તા. 14/07/2008 ના રોજ મોકલ્યા હતા કેમ કે તે વખતે આશારામ બાપુનું પ્રકરણ ચર્ચામાં હતું. અને સંદેશ પેપરમાં છપાયું હતું કે તમે કોઈ સંપ્રદાયની ખોટી નીતિનો ભોગ બન્યા હોય તો અમને માહિતી આપો. ( મેં મારી જીંદગીના અનુભવો લખી મોકલ્યા હતા એની રસીદ મારી પાસે છે. ) અને એ પછી મેં તા. 10/05/2015 ના રોજ એક બ્લોગ બનાવ્યો http://hiturathva.blogspot.com/2015/05/truth-of-b-p-s-swaminarayan.html જે હાલ પણ છે. 

    હું સ્પષ્ટ માનું છૂં કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા પંથ અનુયાયીઓને કહે છે કે માત્ર અને માત્ર અમારી આજ્ઞામાં રહીને ભક્તિ કરો તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવાશે. સંતમાં દિવ્યભાવ જુવો. મનુષ્યભાવ જોશો તો સત્સંગમાંથી પડી જશો. અને આ મનુષ્યદેહ વ્યર્થ જશે. હું વિચારું છું કે બધા સ્વામિનારાયણ સંપ્રદાય અક્ષરધામમાં લઈ જાય તે સાચું ના હોઈ શકે, તેથી જે સાચા હોઈ, અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જેનામાં અખંડ રહ્યા હોય એવા પ્રગટ સત્પુરુષએ ડંકાની ચોટ પર જાહેર સભા કરી જાહેર કરવું જોઈએ કે અક્ષરધામ માત્ર અમો જ આપીશું, માત્ર સંપ્રદાયના અનુયાયીઓને અક્ષરધામની લાલચ આપી આત્મારુપ બનાવવા એ બ્રેન વોશ કહેવાય. 

          અને મેં જે ખોટા આક્ષેપો સહન કર્યા છે એ મારા પુત્રને સહન કરવા ન પડે એટલે મેં પુસ્તક લખ્યું છે જેનું નામ છે બીએપીએસ સંપ્રદાય અને સત્ય ( BAPS SAMPRADAYA AND TRUTH). બૂક એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. આ પુસ્તક બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારસરણીથી તમને માહિતગાર કરશે. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય ભલે એમ કહેતો હોય કે અમારું ભુંડૂ બોલે એનો ભૂત યોનિમાં જન્મ થશે. કંઠી ના પહેરે એને ભૂત હેરાન કરે. એવી સંપ્રદાયની મનઘડંત વાતોથી હું ડરતો નથી.